By Digital Botad Team | 26 April 2024 11:05 AM
આ ભગવાન શિવનું સ્થાન છે. જે બોટાદ અને સાળંગપુર વચ્ચે અને કપલીધાર પાસેથી પૂર્વ દિશામાં વિરાટેશ્વર મહાદેવનું સ્થાનક આવેલું છે. આ સ્થળના ઈતિહાસ મુજબ આ સ્વયંભુ મંદિર છે. આ એક ખૂબ જ પવિત્ર સ્થળ છે અને હિન્દુ શ્રાવણ માસ દરમિયાન ભક્તોનો ધસારો સતત વધતો જાય છે. બોટાદથી લગભગ ૩ કી.મી. ના અંતરે શ્રી વિરાટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 50 વર્ષ પહેલા અહીં એક શ્રધ્ધાળુ ભકત શિવજીના ઉપાસક હતા, તેમને રાત્રે સ્વપ્નમાં શિવજીએ કહું કે હું સોનગઢના ઘાટ પર આવેલા શ્રી નવહથ્થા હનુમાનજીની જગ્યાની પાછળ મારી જગ્યા છે ત્યાં મારે પ્રગટ થવું છે. અને આ જગ્યા ખોદવાનો આદેશ આપ્યો અને શિક્ષકે તેનું પાલન કર્યું અને 14 ફૂટ ઉંચાઈ અને 7 ફૂટ મહાદેવનું શિવલિંગ મળી આવ્યુ. ત્યા એક મંદિર બનાવામાં આવ્યું જે વિરાટેશ્વર મહાદેવથી પ્રસિધ્ધ છે. અહીં નિયમિત રૂદ્રી પાઠ થાય છે. તથા શ્રાવણી પૂનમના દિવસે બ્રાહમણો અહીં જનોઈ બદલે છે. તથા અહીં કાલભૈરવ ભગવાન અને દત્તાત્રેય ભગવાન નું મંદિર પણ આવેલું છે અને તમને અહીં ભગવાન શિવ ના બાર જ્યોતિલિંગ ના દર્શન પણ થશે.
Open Google MapPosted By
Digital Botad Team