By Digital Botad Team | 09 June 2024 11:01 AM
સનાતન હિન્દુ ધર્મ માટે આજના બોટાદ શહેરમાં આવેલું હરણફુઈ વિસ્તારના સોનગઢ ડુંગરા ઉપર બિરાજીત સેંકડો વર્ષ પ્રાચિન શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર ઈતિહાસમાં બનેલી કેટલીક ઘટનાઓનું સાક્ષી છે. પુર્વ વાહિની ઉતાવળી, મધુ અને માહી આ ત્રણ નદીઓનો સંગમ જેનું માતમ શાસ્ત્ર મુજબ પ્રયાગરાજ જેવું છે એના ઉત્તર કિનારે સોનગઢ ડુંગર ઉપર ચમત્કારીક નવ હાથ લાંબા સ્વયંભુ પ્રગટ પશ્ચિમ મુખી મંદિરના ઈશાન ખુણામાં શ્રી નવહથ્થા હનુમાનજી દાદા બિરાજીત છે. મંદિરમાં સોળ ખાંભલાની હવનશાળાની સામે પશ્ચિમ મુખી શ્રી ગૌતમેશ્વર મહાદેવ બિરાજીત છે. જે મંદિરનો જિર્ણોધ્ધાર ૧૦૦ વર્ષ પહેલા ભાવનગર સ્ટેટ મહારાજ નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજે કરેલો છે તથા ઈ.સ.૧૯૩૩ માં બોટાદના ગામ ઘણી દરબાર ભોજભાઈ ખાચરના ધર્મપત્નિ અમરબાએ ભગવાન શ્રીરામ, શ્રી માતા જાનકી, શ્રી લક્ષ્મણજીનું મંદિર બનાવેલું છે સન્યાસી સાધુ સંત મહાત્મા તથા ભજન, લોકસાહિત્ય, લોકગીત, લોક કથાના માધ્યમથી મળેલી માહિતી અનુસાર શ્રી નવહથ્થા હનુમાનજી મંદિરની જગ્યામાં ઘટેલો ઈતિહાસ નીચે મુજબ છે. (૧) સાડાસાતિનાં કારણે શનિ ભગવાન તથા હનુમાનદાદાના વચ્ચેના યુધ્ધની મુળ જગ્યા, જ્યાં હનુમાનદાદાની બીકથી શનિ ભગવાન સ્ત્રીનો વેશ ધારણ કરીને અહીંયાની ગુફાની અંદર છુપાઈ ગયા હતાં. ત્યારે હનુમાનદાદાએ શનિ ભગવાનને ગુફા માંથી ગોતીને માર માર્યો ત્યારે શનિ ભગવાનને હનુમાનદાદાના પ્રકોપથી બચાવવા માટે નવરાહ પ્રત્યક્ષ ભોળાનાથ તથા ભગવાન શ્રીરામ આ જગ્યામાં પ્રગટ થયા હતાં અને આ જગ્યાને ઘણા આશીર્વચનો આપ્યા હતાં. (૨) મહાભારત પર્વમાં પાંડવોની જયાં મહામુની દુર્વાસા ઋષિ પરીક્ષા લેવા આવ્યા હતાં તે મુળ જગ્યા શ્રી નવહથ્થા હનુમાનજી. ત્યારે આ જગ્યાએ પાંડવોએ અક્ષય પાત્રનો પોતાના ભોજન નિવારણ અર્થે આ જગ્યામાં વાપરતા હતાં તથા નદીમાં નહાતા નહાતાં દુર્વાસા ઋષિ તથા શિષ્યો દ્વારકાધીશની આ જગ્યામાં ઉપસ્થિત હોવાના કારણે ધરાઈ ગયા હતાં અને ઉતાવળમાં ભાગી ગયાં એટલે જ આ નદીનું નામ ઉતાવળી નદી પડયું. (3) દ્વારકાધીશે આ જગ્યામાં પાંડવો પાસેથી ભાદ્રપદ સુદ અનંત ચર્તુદર્શીના દિવસે અનંત સુત્રની પુજા કરાવીને પાંડવોના હાથમાં ૧૪ ગાંઠનું અનંત સુત્ર બાંધી ત્યાર પછી અહિંયાથી જ પાંડવોને પાંચ ગામડાનું રાજ્ય મળ્યું હતું. (૪) મહાન તપસ્વી મંછીદ્રનાથ તથા ગોરખનાથ આ ગુરુ શિષ્યના વચ્ચે સોનાની ઈંટના કારણે થયેલા વિવાદનાં બદલે યોગીરાજ ગોરખનાથ મહારાજે આ ડુંગરમાં પોતાનો ચીપીયો ખોડીને આ આખો ડુંગર સોનાનો બનાવ્યો હતો એટલે આને સોનગઢ ડુંગર કહેવાય છે. (૫) સનાતન ધર્મના રક્ષક લડવૈયા નાગા સાધુ સન્યાસીઓના અખાડાથી કર્ણાવતી (અમદાવાદ) માં યુધ્ધમાં મળેલી હારને કારણે અહમદશાહ અબ્દાલી ધોળકા, ધંધુકા, વિરમગામ રોકાયેલા અખાડાના સન્યાસીઓ ઉપર ભોજન પ્રસાદીમાં વિષ પ્રયોગ કરીને અખાડાના સન્યાસીઓને સમાપ્ત કરી નાખ્યા ત્યારે અખાડાની અગાઉ વ્યવસ્થા કરવાવાળા વ્યવસ્થાપક સન્યાસી સંઘ ક્રુર મુસ્લીમ રાજ્યકર્તાથી બચાવવા હેતુ નવહથ્થા હનુમાનજી મંદિરે શરણ લીધી હતી. (9) શ્રી છત્રપતી શિવાજી મહારાજના આધ્યાત્મિક સદ્ગુરુ મહા તપસ્વી સમર્થ રામદાસ સ્વામી મહારાજ તેમના ૧૨ વર્ષની ભારત ભ્રમણ પરિકમામાં ૪૦૦ વર્ષ પહેલા શ્રી નવહચ્યા હનુમાનજી મંદિરે થોડા સમય રહી ગયા હતાં. (૭) કાનપુર સ્ટેટ મહારાજા શ્રી નાના સાહેબ પેશવા ૧૮૫૭ માં અંગ્રેજોને લડાઈમાં હારીને ૧૮૫૮ માં તેમના મંત્રીઓ સહીત શ્રી નવહસ્થા હનુમાનજી મંદિરે શરણ લીધી ને ત્યાં સન્યાસ ધર્મ ધારણ કર્યો. અહીંયા જ અખંડ ભારતની સ્વતંત્રતા હેતુ સૌથી પહેલી ભુમીગત ક્રાંતીકારી ચળવળ આ જગ્યામાં શરૂ કરી અને "નવ" અને "ગૌતમેશ્વર મહાદેવ" આ ચળવળનાં કોડવર્ડ રાખ્યા હતાં. નાના સાહેબ પેશવા ૧૮૫૮ થી ૧૮૬૪ સુધી આ જગ્યામાં રહ્યાં ત્યારપછી શિહોરમાં જતા રહ્યાં હતાં. (૮) યોગીરાજ શ્રી વિવેકાનંદ સ્વામી મહારાજની વૈશ્વિક ધર્મ સભા શિકાગો (અમેરિકા) જવા હેતુ રોકડા ઘનની વ્યવસ્થા બે અગ્રવાલ મારવાડી ભાઈઓને બોટાદ (ત્યારનું સોનગઢ) નાં શ્રી નવહથ્થા હનુમાનજી મંદિરે કરાવી હતી ત્યારે સ્વામીજી આ મંદિરમાં ૧૨ દિવસ રોકાયા હતા. (૯) ભાવનગર સ્ટેટ સર્વોચ્ચ ન્યાયાલયના એક ચુકાદા મુજબ રાજ્યના સમસ્ત રબારી સમાજને ભાવનગર સ્ટેટ છોડી દેવાનો હુકમ થયો હતો ત્યારે રબારી સમાજને શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર તથા બ્રહ્મલીન મહંત શ્રી ગણેશાનંદજી સરસ્વતી બાપુએ આશ્રય આપ્યો હતો અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કહીને સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો પાછો લીધો હતો ત્યારે આ સમસ્ત રબારી સમાજ નવહથ્થા હનુમાનજી દાદાના આશ્રયે આ સોનગઢ ગામમાં (હાલનું બોટાદ) માં રહ્યા હતાં.
Open Google MapPosted By
Digital Botad Team