શ્રી મસ્તરામજી મંદિર
મસ્તરામ મંદિર રોડ, ભરવાડ વાડો, બોટાદ, ગુજરાત

By Digital Botad Team | 26 April 2024 12:34 AM

બોટાદ શહેરનાં મધ્યમાં પૌરાણિક મસ્તરામ મંદિર આવેલું છે, મસ્તરામ મંદિરમાં મસ્તેશ્ર્વર મહાદેવ, મસ્તરામ બાપાની સમાધિ અને મંદિર પરિસરમાં અલગ અલગ મંદિર આવેલા છે બોટાદમાં વર્ષો પુરાણુ મસ્તરામ મંદિર આવેલું છે, મસ્તરામજી મહારાજ નામના સંતના પારસી ભક્તે સવાસો વર્ષ પહેલાં મંદિરની સ્થાપના કરી હતી. મંદિરમાં મસ્તરામજીની સમાધી છે અને મસ્તેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. બોટાદના શહેરીજનો મોટી સંખ્યામાં વહેલી સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. વારે તહેવારે મંદિરમાં ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમાધી સ્થાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે બોટાદ શહેરનાં મધ્યમાં પૌરાણિક મસ્તરામ મંદિર આવેલું છે, મસ્તરામ મંદિરમાં મસ્તેશ્ર્વર મહાદેવ, મસ્તરામ બાપાની સમાધિ અને મંદિર પરિસરમાં અને અલગ અલગ માતાજીના મંદિર આવેલા છે. મસ્તરામ મંદિરની સવાસો વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી મોટી સંખ્યામાં દરરોજ શહેરીજનો મંદિરે પૂજા અર્ચના કરવા આવે છે અને મહાદેવના તેમજ મસ્તરામ મહારાજની સમાધી સ્થાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મસ્તરામ મંદિરનો ઈતિહાસ જોઈએ બોટાદ શહેરની મધ્યમાં આવેલા મસ્તરામ મંદિરનો ઈતિહાસ જોઈએ તો આજથી સવાસો વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. મસ્તરામજી બાપુ નામના બોટાદમાં રહેતા ઓલિયા સંત સાદુ જીવન જીવતા હતા અને એકલાજ રહેતા હતા. મસ્તરામ બાપુને ભાવનગરનાં મહારાજા કુષણકુમારસિહજી ગુરુ સમાન માનતા હતા અને મસ્તરામ બાપુ અવારનવાર ભાવનગર જતા હતા. ભાવનગર સ્ટેટ મા બાજીબા નામના મહિલા મસ્તરામ બાપુના ભક્ત હતા તે બાપુની સેવા પૂજા કરતા હતા અને બોટાદના કાઠીયાવાડ જીનમા નોકરી કરતા પારસી સમાજના રુશતમજી દિનશાજી ગાંધી નામના વ્યક્તિ પણ મસ્તરામ બાપુના ભક્ત હતા અને બાપુની સેવા પૂજા કરતા હતા. બાજીબા અને રુશ્તમજીએ મસ્તરામ બાપુની સમાધી બનાવી મસ્તરામ બાપુ દેહ છોડી સ્વર્ગલોક થયા ત્યારબાદ બાજીબાએ ભાવનગર મહારાજા પાસેથી બાપુની સમાધી માટે જમીન માંગતા ભાવનગર મહારાજે તરફથી જમીન મળતા બાજીબા અને રુશ્તમજી પારસી બને લોકોએ મળી મસ્તરામ બાપુની સમાધી અને મંદિરની સ્થાપના કરી. મસ્તેશ્ર્વર મહાદેવની સ્થાપના કરી મહાદેવનું મંદિર નિર્માણ કર્યું સાથે સાથે ખોડિયાર મંદિર, ગાયત્રી મંદિર, રામજી મંદિર, મહાકાળી મંદિરની પણ સ્થાપના કરી હતી અને ત્યાર બાદ બાજીબાએ સેવા પૂજા કરતા દેહ છોડ્યો હતો અને બાજીબાની સમાધી પણ બનાવવામાં આવી. ત્યારથી બોટાદમાં મસ્તરામ મંદિરના નામથી જાણીતું થયું. બોટાદનાં ભાવિકોનુ આસ્થાનુ કેન્દ્ર મસ્તરામ મંદિર બોટાદની ગલીયોમાં બાળપણની મસ્તી અને મસ્તરામમંદિરમાં જઈ શાળાની પરીક્ષાની તૈયારીઓ કરતા હાલમાં ચાલીસી વટાવી ગયેલા મહાદેવના ભક્તોનો દર્શનનો નિત્યક્રમ હજુ પણ યથાવત છે. બોટાદ શહેરનાં લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર મસ્તરામ મંદિરમા મસ્તેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. બોટાદના શહેરીજનો સવારમાં નિત્ય મસ્તરામ મંદિરે દર્શન કરવા આવી મહાદેવની આરતીના દર્શન તેમજ અભિષેક, પૂજાઅર્ચના કરી પછી જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે. મસ્તરામ મંદિરમાં આવેલ મસ્તેશ્ર્વર મહાદેવ મંદિરે સવારથી ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે ત્યારે મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી દ્વારા દરેક ભક્તોને પૂજાઅર્ચના તેમજ અભિષેક કરાવવામાં આવે છે. તહેવારોની મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે દિવાળી, સાતમ આઠમ, શ્રાવણ માસ, શિવરાત્રી જેવા તહેવારોની મંદિર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, મસ્તરામજી બાપાની તિથી આઠમના દિવસે આવે છે એટલે દર વર્ષે આઠમના દિવસે બટુક ભોજન, પ્રસાદ, ભજન કિર્તન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મંદિરની અંદર મસ્તરામ બાપુની સમાધી અને મંદિરની બાજુમાં બાજીબાની સમાધી મંદિર આવેલું છે. નિત્યક્રમ મુજબ પૂજારી દ્વારા પૂજાઅર્ચના અને આરતી કરવામાં આવે છે ત્યારે બાજીબાની સમાધી સ્થાને નિઃસંતાન લોકો પાંચ શ્રીફળના તોરણની બાધા આખડી રાખી સંતાન સુખ પ્રાપ્ત કરે છે. કેટલાક ભક્તો મહાદેવજીના દર્શન બાદ જ પાણી પીવે છે ઘણા ભક્તો બાળપણથી મસ્તરામ મંદિરે નિત્યક્રમે દર્શને આવે છે, મોટા ભાગના શહેરીજનો પહેલા મસ્તરામ મંદિરે સેવાપૂજા કરી મહાદેવના દર્શન કરી પછીજ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. તો કેટલાક ભક્તો તો મહાદેવજીના દર્શન કર્યા બાદ જ પાણી પીવે છે આમ મસ્તરામ મંદિર બોટાદના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. શહેરની મધ્યમાં આવેલ મસ્તરામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો નિત્ય ક્રમ પ્રમાણે સવારે થતી આરતીમાં આવે છે અને મંદિરમા મહાકાળી મંદિર, ખોડિયાર મંદિર, ગાયત્રી મંદિર, સમાધી મંદિરે પૂજાઅર્ચના કરે છે. મંદિર પરીસરમા પૌરાણિક પીપળાનુ ઘટાદાર વૃક્ષને ભક્તો પરંપરા મુજબ પાણી ચઢાવે છે અને દિવા બત્તી કરી પીપળાની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે.

Open Google Map

Posted By

Digital Botad Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser