By Digital Botad App Team | 08 January 2025 11:12 AM
બોટાદ : બોટાદ શહેરના પાળીયાદ રોડ પર મોગલકૃપા રેસ્ટોરન્ટની બાજુમાં પાર્ક કરેલી હોન્ડા કંપનીની બાઈકની ગઈકાલે ચોરી થઈ હતી. જે બાઈક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સીસીટીવી સામે આવ્યા છે. બોટાદ શહેરમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય એવું લાગી રહ્યું છે, બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર હોન્ડા કંપનીનું બાઈકની ચોરી થયાની ઘટના બની છે. પાળીયાદ રોડ ઉપર આવેલ મોગલકૃપા રેસ્ટોરન્ટ પાસેથી બાઈકની ચોરીની ઘટના બની છે. કોઈ અજાણ્યો શખ્સ પાર્ક કરેલી બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. બાઇકની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે સીસીટીવી સામે આવ્યા છે. બાઈક ચોરીની ઘટનાને લઈને બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
Posted By
Digital Botad App Team