રાજ્ય કક્ષાની ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં બોટાદ જિલ્લાનો ઐતિહાસિક વિજય – 39 મેડલ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન

By Digital Botad Team | 22 July 2026 09:12 PM

નવસારી ખાતે યોજાયેલી 6મી ગુજરાત રાજ્ય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં બોટાદ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યભરમાં ગૌરવ વધાર્યું છે. DLSS શાળાના 22 ખેલાડીઓએ કુલ 39 મેડલ, જેમાં 14 ગોલ્ડ, તેમજ અન્ય સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી બોટાદ જિલ્લાને રાજ્યમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે. આ અદ્ભુત સિદ્ધિ ખેલાડીઓની અવિરત મહેનત, કોચના માર્ગદર્શન અને વાલીઓના સહકારનું ઉત્તમ પરિણામ છે. હવે આ તમામ પ્રતિભાશાળી ખેલાડીઓ આગામી રાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાત અને બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Posted By

Digital Botad Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser